અમાસનો અંધકાર - 7

  • 4k
  • 1.4k

વીરસંગના ગામના મંદિરનું ભૂમિ પુજનનું ટાણું નજીક આવી ગયું છે. શ્યામલી પણ સજીધજીને પહોંચે છે..ભીડ ઊભરાય છે. ગાયન, સંગીત અને રાસની રમઝટ બોલી રહી છે...હવે આગળ.... રાસડાની રમઝટે યૌવન હિલોળે ચડ્યું છે અને નાના-મોટા સહુ આનંદમય છે. આ બાજુ વિધવાઓને તો ખાલી એ બધા આનંદનો અવાજ જ સંભળાય છે. મનમાં પીસાતા દર્દના ઘંટુલીયે લાગણીઓ પીસાય છે અને એ લાગણીઓ અમુક ચહેરે શ્રાપ બનીને ઓકાય છે તો ક્યાંક વિરહની વેદના પ્રકટે છે. ક્યાંક તો નસીબનો દોષ મંડાયો છે તો કોઈએ આજ ભગવાનના અન્યાયની વાતો ચાલું કરી છે...અંતે બધી જ વિધવાઓ આજ ખુલ્લા મનથી જુવાનસંગની ક્રુરતાને પડકાર આપવા રણચંડી બનવા પણ