આણું - ભાગ ૬_મુકેશ રાઠોડ આગળ આપડે જોયું કે કુસુમ અને કાનો બંંને મેળામાં મળે છે.બધા સાથે મંદિરે દર્શન કરવા જાય છે.મેેળા માં ફરે છે.પછી તળાવની પાળે બેસવા જાય છે. ખુબ વાતું કરે છે.સમય ક્યાં વયો જાય એ ખબર જ નથી પડતી. બધા ઘરે જવા નીકળ્યા છે .હવે આગળ......... " આ સાંજ થવા આવી છોડિયું કેમ હજી સુધી આવિયું નહિ." ઓસરીની ધારે બેઠી ખીચડી જોતી જોતી ચહેરા પર થોડી ચિંતા ના ભાવ સાથે કુસુમ ની માં બોલી . "આવતી જ હશે , તું ચિંતા ના કર .