Dear પાનખર - પ્રકરણ - ૧૩

  • 2.8k
  • 1k

દમયંતીબહેન રાત્રે આમતેમ પડખાં ફેરવીને સૂવાનો પ્રયત્ન કરી રહ્યા હતા , પરંતુ ઊંઘ તો કોશો દૂર જતી રહી હતી. " હું શું કહું છું ? જાગો છો તમે ? " દમયંતીબહેને ભરતભાઈ સાથે વાત કરવા એમના પર હાથ મૂકતાં કહ્યું. " હા ! શું થયું બોલ ! " ભરતભાઈએ દમયંતીબહેન તરફ પડખુ ફેરવ્યા વગર પૂછ્યું. " આપણે અમોલ સાથે વાત કરીએ , એને સમજાવી જોઈએ ને ? આપણી નજર સામે આપણો છોકરો એની જિંદગી બરબાદ કરી રહ્યો છે અને આપણે આમ ચુપ રહીએ ! એનાં નિર્ણયો સ્વીકારતા રહીએ ! એમ કેમ ચાલે ? " દમયંતીબહેને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. " તારા થી