જીંગાના જલસા - ભાગ 13

  • 3.3k
  • 1k

પ્રકરણ 13 આગળ આપણે હરિદ્વારના સ્થળો વિશે જાણ્યું. મંછાબહેનને વાંદરા હેરાન કરે છે અને એ જીંગાને મદદ માટે બોલાવે છે. હવે આગળ.... "એ જીંગા આ વાંદરાને ભગાડને વળી!" "ના હો વળવાંદરી તું જ વાંદરા પાછળ દોડાવીને મારું ઢીંઢું ભંગાવી નાખે છે દર વખતે." "પણ આ વખતે ક્યાં પાછળ દોડવાનું છે તે તારું ઢીંઢું ભાંગે ડોબા!" "જીંગા તારે મંછાબહેનને મદદ કરવી જોઈએ હો. તું જશે તો જ વાંદરા ભાગશે! તને જુવે એટલે વાંદરા ડરના માર્યા ઊભી પૂંછડીએ ભાગે."જીંગાને પોરો ચડાવતા હું બોલ્યો. અને ભાઈ પછી તો જીંગો આવ્યો પાછો પોતાના ઓરિજનલ રૂપમાં. બસમાંથી ધોકો કાઢ્યો અને ગયો મંછાબહેન પાસે. વાંદરો જેવી ડાળખી