પ્રણયભંગ ભાગ – 16

(90)
  • 5.2k
  • 6
  • 2.9k

પ્રણયભંગ ભાગ – 16 લેખક - મેર મેહુલ નિયતી પોતાનાં રૂમમાં આમતેમ ચક્કર લગાવી રહી હતી. અખિલને કૉલ કરીને ક્યાંથી વાત શરૂ કરવી એ તેને નહોતું સમજાતું. છેલ્લે તેણે હિંમત એકઠી કરીને અખિલને કૉલ લગાવ્યો પણ અખિલે કૉલ રિસીવ ના કર્યો. થોડીવાર પછી અખિલનો સામેથી કૉલ આવ્યો. “પહોંચી ગયો ઘરે ?” નિયતીએ પુછ્યું. “સોસાયટીનાં ગેટ બહાર છું, ચા પીને જઈશ” અખિલે કહ્યું, “બોલ શું હેલ્પ જોઈતી હતી ?” “એમાં એવું છે ને….” નિયતી ફરી ગુંચવાય. “બોલ કેવું છે ?” “આપણી બેન્ક સામે સ્ટેશનરીની દુકાનમાં જે છોકરો બેસે છે ને એ મને હેરાન કરે છે” નિયતીએ ખચકાટ સાથે કહ્યું. “કોણ