મારી પત્નિ

  • 2.9k
  • 1.1k

આ એક એવી યુવતી છે, જે મારા જેટલું જ ભણેલી છે, અને લગભગ મારા જેટલું જ કમાતી હોત.. એને પણ મારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ, એ પણ મારા જેવી જ ‘મનુષ્ય’ છે. એણે પણ મારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી. એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી. એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો મે મારા કુટુંબીઓને કર્યો છે.આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને