કાવ્યગૂચ્છ

  • 3.9k
  • 1
  • 1.1k

કાવ્યગૂચ્છ - અભિજિત વ્યાસ જાણે કે - અભિજિત વ્યાસ મારો રૂમ મૌનથી ભરેલો છે હું જાણું છું મૌન એ જ તારો સંવાદ છે આપણે જે જે સ્થળોએ સાથે સમય વિતાવ્યો હતો ત્યાંના વાતાવરણમાં આપણો સંવાદ ગુંજે છે જયારે જયારે હું એ સ્થળોએ પહુચું છું હું ......... એ મૌનના મહાસાગરમાં ડૂબી જાઉં છું. હું તો ભુલ્યો નથી અને સાસ્વતી સુધી નહિ ભૂલું; ફરી ફરીને તારા પુરાગામનનો વિચાર સૂર્યોદયની જેમ આવ્યા કરે છે. અને હું એક ખૂણામાં બેસી પડછાયા લાંબા થાય ત્યાં સુધી ઉદાસચિત્ત રહી તારા પુનરાગમાંની રાહ જોઉં છું. મારા કર્ણો તારા પદ ધ્વનિને સાંભળવા ઉત્સુક છે. અને તારા અધરો પર મારી કૃતિના સ્વરો શ્રવણવા ઈચ્છું