મીલન અઢાર વર્ષ ની નાની વયે ગામડે થી મુંબઈ કમાવા માટે આવી ગયો હતો.કહેવાય છે કે મુંબઈ માં રોટલો મળે પણ ઓટલો ના મળે મીલન ને પણ એવું જ હતુ. મુંબઈ આવી તો ગયો પણ કામના કે રહેવાના ઠેકાણાં નહીં.થોડા દિવસ ની રઝળપાટ પછી એક ઓળખીતા ને ત્યાં રૂમ ની બહાર ઓટલા પર સગવડ થઈ જે ફક્ત ઉંઘવા માટે કામ આવે, બે જોડી કપડા સીવાય બીજુ કોઈ સામાન ન્હોતું એટલે કામ ચાલી જતું. નજીકમાં જ આવેલ કુવા પર વહેલી સવાર નાં ન્હાઈ ધોઈ કામ માટે નીકળી જતો.વધુ ભણેલો નહીં પણ મહેનતી એટલે છૂટક મજૂરી કરી કમાઈ લેતો પોતા પૂરતું રાખી