સાહસની સફરે - 5

(27)
  • 6.2k
  • 5
  • 3k

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૫ : ઝકમન કબુડીબાબા બહેની રૂપા અને સખી સોનાને છોડાવવાની એક નાવી યુક્તિ વીરસેને ઘડી કાઢી. જઈને ઊભો રહ્યો એક હકીમને ઘેર. હકીમસાહેબે પૂછ્યું, ‘કોણ છો ? કેમ આવ્યા છો ?’ વીરસેન કહે, ‘અમે મુસાફર છીએ અને આપની પાસે એક દવા બનાવડાવવા આવ્યા છીએ.’ હકીમ કહે, ‘બોલો, શા દરદની દવા જોઈએ છે ? હા, અમે અરબસ્તાન દેશના બડા હકીમ છીએ. બધાં દરદની દવા અમે જાણીએ છીએ. તમને શાનું દરદ છે ?’ વીરસેન કહે, ‘અમને કશું દરદ નથી. વળી અમે દરદની દવા લેવા આવ્યા નથી. અમારે બીજી જ જાતની વસ્તુ જોઈએ છે. જો આપ એ