આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૬ સ્મિત પાટિલને અચાનક આવેલો જોઈને સામે રહેલાં લોકો એકબીજાંની સામે જોઈ રહ્યાં. સ્મિત એકદમ સ્પષ્ટ કહેનાર વ્યક્તિ છે. એણે જોયું કે સામે એની રૂમમાંથી અમૂક વસ્તુઓ અહીં લાવવામાં આવી છે...સાથે જ એ બધાં એ નાનાં ઉંદર, કબૂતર, દેડકો વગેરે ત્યાં મૃતઃપ્રાય અવસ્થામાં તરફડી રહ્યાં છે...આમ તો આ બધું જ દરેકને પૂરું પાડવામાં આવેલું છે...પણ સ્મિતે નિશાનીરૂપ દરેકને એક લાલ કલરની નાની પટ્ટી લગાડી હોય છે એ એને સામે દેખાતાં ખબર પડી કે આ એજ એણે પૃવ કરેલાં એનિમલ્સ એન્ડ બર્ડસ છે...સ્મિતનો ગુસ્સો આસમાને જતો રહ્યો. છતાં એને પોતાની પર જોરદાર