અગનપરી - 3

  • 2.7k
  • 1.1k

તેજસ્વી બસ પરિતાને હવામાં સ્થિર થતી જોઈ રહી.. હળવેકથી તેણે પરિતાનો ફોટો પાડી લીધો. અત્યારે પરિતાના ચહેરા પર કઈક અલગ જ ચમક જોવા મળી હતી.જેથી તેજસ્વી ખુબ જ ખુશ હતી.. થોડીવાર પછી પરિતાએ ધ્યાન પુરું કર્યું. પણ જેવી આંખો ખોલી કે તરત જ તે હવામાંથી જમીન પર આવી ગઈ. તેજસ્વી પણ ધ્યાનમાં હોવાનું નાટક કરવા લાગી. પરિતા ઊભી થઈ એટલે તેજસ્વી પણ ઊભી થઈ. પરિતાએ કહ્યું," દી આજે તો ધ્યાનમાં કઈક અલગ જ પ્રકારનો અનુભવ થયો. મને એવું લાગ્યું કે જાણે હું હવામાં બેઠી છું.. " તેજસ્વીએ વાત ટાળવા કહ્યું," શું કઈપણ બોલે છે! એવું કઈ ના હોય..