ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 7

(138)
  • 5.2k
  • 9
  • 3.3k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-7 દરવાજાનાં પીપહોલમાંથી નાયકે બહાર ઉભેલી વ્યક્તિનો ચહેરો જોયો તો આશ્ચર્ય સાથે એને અર્જુન તરફ જોઈ નકારમાં ગરદન હલાવી. નાયકના આમ કરવાનો અર્થ હતો કે બહાર ગોંગ નહીં પણ બીજું કોઈ છે. અર્જુને નાયકને દરવાજાની આડશમાં છુપાઈને ઊભાં રહેવાનો ઈશારો કર્યો અને પોતે રિવોલ્વરને પોતાના કુર્તાની નીચે છુપાવી દરવાજા તરફ આગળ વધ્યો. અર્જુને પીપહોલમાંથી જોયું તો બહાર એક ચાઈનીઝ યુવતી ઊભી હતી, જે દરવાજો ખોલવાની રાહ જોઈ રહી હતી. એ યુવતી બીજી વખત ડોરબેલ વગાડવા જતી હતી એ જ સમયે અર્જુને ફટાક કરતો દરવાજો ખોલી દીધો. "કોનું કામ છે.?" દરવાજો ખોલતાંની સાથે અર્જુને એ યુવતીને પૂછ્યું. અર્જુને