મયુર અને મૈત્રી આમ તો અજાણ એકબીજાથી, બાળપણમાં ખાલી એક કલાસમાં હોવાથી પરિચય, એ પણ વર્ષો થઇ ગયા એને મળ્યે, સ્કૂલ પુરી થયે મયુરની જે લાગણીઓ હતી એ પણ એ ચોપડાઓમાં સમાઈ ગઈ, એ એની વધતી જિંદગી સંગ જુના પત્તાંઓ પલટાવવાનો સમય ચુકી ગયો, એ એની મૈત્રી પ્રત્યેની જે આછીપાતળી ભાવના હતી, જે વણકહ્યે રૂંધાઇ ગઈ હતી એને સાવ ભૂલી જ ગયેલો. મૈત્રી આ બાબતથી સાવ અજાણ હતી, બસ એક વણકહી વાત અધૂરી જ હતી. આજે એટલા વર્ષો બાદ માંડ્યા તો બધી ભાવનાઓ ભૂલીને માત્ર એક મિત્ર સમાન હતા, પરિવારની લાગણીઓ સાથે હતી, રૈમ્યાની નિર્દોષતા સાથે હતી, આમ