પ્રણયભંગ ભાગ – 15 લેખક - મેર મેહુલ “બે વાગ્યાં અખિલ, મને ઊંઘ આવે છે” સિયાએ કંટાળીને કહ્યું. બંને અગાસી પર બેસીને છેલ્લી બે કલાકથી વાતો કરી રહ્યાં હતાં. “પણ મારે વાતો કરવી છે” અખિલ છેલ્લી અડધી કલાકથી આ વાક્ય બોલતો હતો. “હું ક્યાંય ચાલી નથી જવાની બકા, આપણે કાલે પણ વાતો કરી શકીએ” અખિલ સમજવા તૈયાર નહોતો. તેણે સિયાનો હાથ પોતાની બગલમાં દબાવીને રાખ્યો હતો. “બાવળો થઈ ગયો છે તું” સિયાએ હસીને કહ્યું. “હા થઈ ગયો છું” અખિલે કહ્યું, “તને પહેલીવાર જોઈ એ દિવસથી બાવળો થઈ ગયો છું” “શરૂઆતમાં બધા સાથે એવું જ થાય, એકબીજા વિના ગમે નહિ,