સપના વિનાની રાત શું કામની તમારા વિના જીંદગી શું કામની. સુજય શબનમ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, અને તેને આ ગઝલ સંભળાવી રહ્યો હતો, શબનમ તેની ગઝલો ની દિવાની હતી. બંને સાથે જ કોલેજ માં ભણતા હતા, બંને ના સરખા વિષય ગુજરાતી જ હોવાથી એક જ ક્લાસમાં હતા, મોટાભાગે છોકરી ઓ બોલકણી હોય છે અને છોકરાના ભાગે સાંભળવાનુ જ આવે છે પણ આ બંને ના કેસમાં ઉલટું હતુ , સુજય સ્માટૅ, અને વાચાળ હતો, કોલેજ ની દરેક પ્રવૃત્તિઓ માં આગળ રહેતો, અને વકતૃત્વ સ્પર્ધા હોય કે ગઝલ સ્પર્ધા કાયમ તે જ જીતી જતો.પણ એક્ઝામ