અમાસનો અંધકાર - 5

(13)
  • 4.2k
  • 1.6k

આગળના ભાગમાં આપણે વીરસંગ અને શ્યામલીની પહેલી મુલાકાતમાં એકબીજાને પામવાના સપના જોયા અને ક્રુર જુવાનસંગની વિધવાઓ પ્રત્યેની હીનતા પણ જોઈ હવે આગળ........ જુવાનસંગે ગામોગામ નોતરા મોકલી દીધા. એના ખુદના સુંદરપુરા (ગામ)માં પણ રંગેચંગે ભુમિપુજનની તૈયારીઓ થવા લાગી. ગામની તમામ સોહાગણો મંદિરની ફરતી જગ્યાએ આસોપાલવના તોરણ લગાવી હરખાઈ રહી હતી. નવોઢાઓ પણ ઘર અને મંદિરના પટાંગણમાં રંગબેરંગી રંગોળીથી ગામના ઉત્સાહમાં રંગો ભરતી દેખાઈ. ગામના વૃદ્ધો પણ મંદિરના એ પુજનમાં થનારા ભંડારામાં બનનારા પકવાનો પર ધ્યાન આપી રહી હતી. જુવાનસંગની બંને પત્નીઓ રાજસી ઠાઠ સાથે બધી જગ્યાએ નજર દોડાવી રહી હતી. એકલી હતી અને આંસુ સારતી હતી એ વીરસંગની માતા