આગળની વાર્તા:સંદિપ અને પૂર્વી ના સુખી જીવનમાં સંદીપ ની સચ્ચાઈ સામે આવે છે અને પૂર્વી સંદિપ પાસે માફીની અપેક્ષા રાખે છે,........ અને સંદિપ માફી માંગવા ના બદલે એજ ભૂલ ફરી કરે છે -----------------------------------------------------હવે આગળ વાત તો બસ એક રાત પૂરી કરવાની હતી પરંતુ ના તો સંદિપ કે નાતો પૂર્વી ની આંખ મા ઉંઘનુ નામોનિશાન હતુ.બંને પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા હતા. પૂર્વી યાદ કરી રહી લગ્ન પહેલાં ના દિવસો. પોતે માબાપ ની નાની દીકરી અને એક મોટો ભાઈ. કેટલી સ્વતંત્રતા આપી હતી મમ્મી પપ્પા એ ભાઈ બહેન બંનેને! દરેક વસ્તુ બંનેને સાથે જ શીખવવામાં આવતી, પછી ભલેને જૂડો કરાટે હોય કે રસોઇ. એક સુંદર સમજણ હતી મમ્મી