મોજીસ્તાન - 9

(36)
  • 6.4k
  • 4
  • 2.5k

મોજીસ્તાન (9) ડો.લાભુ રામાણી ગામના સરકારી દવાખાનામાં છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા હતા.પહેલા તેઓ અમદાવાદ જેવા શહેરમાં સિવિલ હૉસ્પિટલમાં કાર્યરત હતા પણ રિટાયરમેન્ટના બાકી બચેલા દસ વરસ એમને આ ગામમાં કાઢવા પડે એવું કર્મોનું ફળ એમની ઝોળીમાં પરાણે આવી પડ્યું હતું. આશરે પાંચ ફૂટ ઉપર એકાદ ઇંચ જેટલી બાંઠી કદકાઠી, ગોળ મોઢું...તેલ નાખીને એક તરફ પાંથી પાડીને ઓળેલા સફેદવાળ, કાળી ફ્રેમમાં સોડા બાટલીના તળિયા જેવા જાડા કાચવાળા ચશ્માં...અને એ ચશ્માંમાંથી દેખાતા એમના મોટા ડોળા, સફેદ પેન્ટ અને શર્ટમાં સુસજ્જ એકાવન વટી ચૂકેલું શરીર અને ડાબા હાથે હથેળી તરફ ડાયલ રહે એ રીતે બાંધેલી કાંડા ઘડિયાળ અને પગમાં