‘બે દોકડા’ : વાર્તામાં જોવા મળતું સામાજિક પ્રતિબિંબ

  • 5.5k
  • 1.4k

‘બે દોકડા’ : વાર્તામાં જોવા મળતું સામાજિક પ્રતિબિંબ ગુજરાતી વાર્તાનું કલા તત્વ કે વાર્તાનું સ્વરૂપ સતત પરિવર્તિત રહ્યું છે કહેવાય છે કે ‘દર દસકે’ ઘણા નવા વાર્તાકારો પોતાની વાર્તાઓ લઈને આવતા હોય છે નવલિકા ક્ષેત્રમાં સર્જનના પ્રયત્નો એ સાહિત્ય સ્વરૂપ પ્રત્યે આશા જન્માવે છે એવી જ રીતે અમૃત પરમારનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પંખીઘર’ (૨૦૧૯)માં આપણને મળે છે. ‘પંખીઘર’માં કેટલીક વાર્તાઓ પ્રમાણમાં લાંબી જોવા મળે છે પરંતુ ટૂંકી વાર્તામાં વસ્તુ પ્રમાણમાં નાનું હોય છે પણ તેના ગર્ભમાં વિશાળ સૃષ્ટિ સમાયેલી હોય છે આ સંદર્ભે ઉમાશંકર જોશી નોંધે છે કે: “ટૂંકી વાર્તા એટલે અનુભૂતિ કણ. એ અનુભૂતિમાં ચમત્કૃતિ હોવી જોઈએ... ટૂંકી વાર્તા છે