રૈમ્યાને લઈને નીચે આવતા જોઈને પાર્કિંગની બાજુના બાંકડા પર બેઠેલા નીરજભાઈની નજર એમની પર પડી, એ ઉભા થયા અને રેમ્યાને મળવા આવ્યા, રેમ્યા પણ એમને જોઈને ખુશ થઇ ગઈ, એને તો એમ જ કે હવે એમના ઘરે જવાનું હશે. આલેખભાઈએ નિરાજભાઈને મૈત્રીની ઓળખ કરાવી, મૈત્રી એમને મળી, પહેલી વાર મળી એટલે બહુ વાતચિત્ત ના કરી એમને, બસ થોડી ઘણી ઓફિસની અને કોરોનનાં કહેરની. મૈત્રી રૈમ્યાને લઈને ગાર્ડન બાજુ લઇ ગઈ, વડીલો હજી ત્યાં જ ઉભા હતા, જાણે એમને બધાએ માં દીકરીને લઇ જવા હોય રેખાબેનની મુલાકાતે! રેમ્યા એ પણ જાણે એમાં સાથ પુરાવાની તસ્દી લીધી હોય એમ મૈત્રી જોડે