આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલ શોપિંગ પૂર્ણ કરી દિશા અને રુચિ સાથે કાર લઈને શહેરની ભીડ ભાડથી દૂર શાંત વાતાવરણ તરફ ગાડી હંકારી રહ્યો હતો. રુચિને નિખિલના સરપ્રાઇઝની ખબર પડી ગઈ હતી. કાર ''ટી પોસ્ટ દેશી કેફે'' ઉપર આવીને ઊભી રહી. દિશા આ જગ્યાએ પહેલીવાર આવી હતી. ત્રણેય ''ટી પોસ્ટ''માં દાખલ થાય છે. ત્યાંનું વાતાવરણ અને બેઠેક વ્યવસ્થા ખૂબ જ સરસ હોય છે. ત્યાં લટકાવેલા ફાનસ જોઈને ગામડાં જેવો અનુભવ થતો હતો. દિશા, રુચિ અને નિખિલ એક ટેબલ ઉપર બેઠા. બાજુમાં કોલેજ ગ્રુપમાં ગિટારની રમઝટ ચાલે છે. પાછળ પચાસ વટાવી ચુકેલું કપલ પણ જોવા મળે છે. નિખિલ ઓર્ડર આપવા