દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-2: તકરાર

  • 3.6k
  • 1.3k

ભાગ-2: તકરાર "કાવ્યા,ચાલ ઉઠ. સાત વાગી ગયા છે. રેડી થઈ જા, થોડી વારમાં આપણે નીકળીએ." દેવે કાવ્યાના માથે હાથ ફેરવતા કહ્યું. કાવ્યા ઉઠીને ફ્રેશ થાય છે એટલામાં એના ફોનની રિંગ વાગી. દેવે ફોન ઉપાડીને કહ્યું,"હેલો! હુ ઇસ ધીસ?" સામે છેડેથી તેને કોઈક પુરૂષનો એકદમ ઘેરો,રૂઆબદાર અવાજ સંભળાયો,"હેલો, આઈ એમ મિસ્ટર રઘુવીર રાઠોડ. મે આઈ સ્પીક ટુ કાવ્યા?" દેવે કાવ્યાને ફોન આપ્યો અને પોતે દીવાલને અડીને ઉભો રહયો. કાવ્યાએ 5 મિનિટ સુધી એ માણસ સાથે વાત કરી," હા. હા. ચોક્કસ. કાલે સવારે શાર્પ 11 વાગે હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં. ડન." કાવ્યાએ ફોન કટ કર્યો. "કોનો ફોન હતો?" દેવે જાણવાની આતુરતાથી પૂછ્યું. કાવ્યા