ૐ (આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજ અને અજય અંકલ વચ્ચે ઝઘડો થાય છે. વિરાજ પોતાના પિતાને વધું પડતાં કડવા વચનો કહે છે. જેથી અજય અંકલ વિરાજને તેનાં સાચા ભૂતકાળમાં લઇ જાય છે. હવે આગળ...)આટલું બોલી અજયભાઈ થૉભ્યા. ટેબલ પર મુકેલ પાણીનો ગ્લાસ એકજ શ્વાસે ગટગટાવી ગયા. અને પોતાની આંખોમાંથી ખારા પાણીનાં ઝરણાને વહેવા દીધાં.વીરાજ તો ધડ કરતો જમીન પર બેસી ગયો. તે તેની સૂઝ-બૂઝ ખોઈ બેઠો. શું કરવું? શું બોલવું? કાંઈજ સમજાતું નહતું.વિરાજનાં રૂમની ચારેય દિવાલો સાથે દરવાજા અને દરવાજાનાં કાન દ્રારા પોતાના કાનમાં આ બધી વાતો સમાવતિ પ્રિતીની આંખોમાં પણ અજયભાઇનું બલિદાન જાણી પાણી આવી ગયા.થોડી ક્ષણો માટે તો