લાગણીની મિલ્કત સૌથી મોટી સંપત્તિ

(19)
  • 4.4k
  • 1.1k

કીશોરકાકાના ઘર ને કાયમ માટે તાળું મારતા મારતા હું અને કાવ્યા ભાંગી પડ્યા. તેમના બગીચામાં રાખેલ બાંકડા ઉપર બેસી અમે બન્ને રડી પડ્યા... અમે બન્ને કંઇ બોલી શકીયે તેવી સ્થિતિમાં ન હતા...હેં સમીર જીવન ની સંધ્યા આટલી દુઃખદ હોય છે..એ તો મેં કલ્પના પણ કરી ન હતી. કાવ્યા રડતી રડતી બોલતી હતીમેં કીધું કાવ્યા, માયા અને લાગણી તો એવી છે જે બાજુ ઢાળ મળે એ બાજુ ઢળી જાય. તેને ઉમ્મર કે રૂપિયા સાથે કોઈ મતલબ હોતો નથી.મેં કીશોરકાકાના બંધ મકાન સામે ફરીથી જોયુ..મારી થોડા દિવસ પહેલાની કાકા સાથે ની મુલાકાત નજર સામે આવી...વાસ્તવ માં કીશોરકાકાના એટલે મારા મિત્ર સુનિલ ના પપ્પા...