અમદાવાદમાં અનીતાનું ઘર એક ખુબજ સારા કહી શકાય તેવા વિસ્તાર માં હતું. તે એક જૂની સોસાયટીમાં હતું. તે જેવા ગાડી માં ઘરે પહોચે છે, અનીતાની મમ્મી તેમને સામે લેવા આવે છે. વિધ્યાબેન રશ્મિને પણ પોતાની દીકરીની જેમ જ રાખતા. તેમને કદી પણ અનીતા અને રશ્મિમાં કોઈ પણ જાતનો ભેદ રાખ્યો ન હતો. જ્યારથી રસિકભાઈએ તેમને રશ્મિ વિષે વાત કરી ત્યાંરથી તેમને રશ્મિની ખૂબજ ચિંતા થતી હતી. તે આખો દિવસ ભગવાન પાસે રશ્મિની સલામતી માટે પુજા કરતાં. તેમને એવું જ લાગ્યા કરતું કે રશ્મિને કોઈ વળગાડ થયો છે. વિધ્યાબેન આ બધી ભૂત પ્રેત વાળી વાતો માં વધારે માનતા, જ્યારે તેમનાથી વિપરીત