હું રમન કુમાર શ્રી દેવી નો ફૈન

  • 2.9k
  • 876

બ્લેક મર્સીડીઝ ફોર્ચ્યુન હોટેલના ગેટ આગળ આવીને ઉભી રહી. અંદરથી એક ઓરત ઉતરી. રેડ સાડીમાં જાણે કોઇ આકાશમાંથી પરી ઉતરી આવી હોય તેવી તે ઓરત લાગતી. મર્સીડીઝ ઓરતને ઉતારીને ત્યાથી જતી રહી અને ઓરત હોટેલના ગેટની અંદર પ્રવેશવા લાગી. ત્યાં જ યુધ્ધ મેદાનમાં સેનાપતિ આક્રમણનું સિગ્નલ આપે અને બધા યૌધ્ધાઓ આગળ વધવા લાગે એક એક દુશ્મનને ઘેરી વળે તેમ, લોકોના મોટા ટોળાએ એ ઓરતને ઘેરી લીધી. બે બોડીગાર્ડ (બાઉનસરો) આવીને એ ઓરતથી લોકોને દુર રાખવા લાગ્યા અને ઓરતને જવા માટે રસ્તો કરી આપ્યો, લોકોના ટોળાને રોકીને. લોકોના ટોળામાંથી અલગ અલગ અવાજો આવવા લાગ્યા, કોઇ એ ઓરત પાસે ઓટોગ્રાફ માગી રહ્યું