માતૃત્વની કસોટી - 1

(39)
  • 3.8k
  • 1.4k

ખાસ નોંધ ; "સત્ય ઘટના આધારિત અને કાલ્પનિકતાનાં મિશ્રણથી બનેલ મારી પ્રથમ વાર્તા. જેમાં સત્યને અન્યાય કર્યા વિના થોડી કાલ્પનિક બાબતો ઉમેરવામાં આવી છે." અર્પણ ; " પોતાના સંતાનને બચાવવા માટે વિકટમાં વિકટ પરિસ્થિતિઓ સાથે લડી સંઘર્ષ કરતી વિશ્વની તમામ માતાઓને." ✍ યક્ષિતા પટેલમાતૃત્વની કસોટીદેવોના દેવ મહાદેવથી શોભતું નાનકડું પણ સૌને આકર્ષે એવું મંદિર. મંદિરના પ્રાંગણમાં અવનવા ફૂલ છોડથી મહેકતો બગીચો અને આજુબાજુ જાતભાતના વૃક્ષો.. તેમની હરિયાળી.. પંખીઓના કલરવ.. ભમરા અને પતંગિયાઓના ગુંજરાવથી મંદિરનું વાતાવરણ ખીલી ઉઠતું. રણકપુર નામના આ સુંદર રળિયામણા ગામમાં સૌ સુખેથી સંપીને રહેતા હતા.અરુણભાઈ અને પ્રવીણાબેન આજે ખૂબ ખુશ હતા. ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે