પડછાયો - ૨૦

(42)
  • 4k
  • 2
  • 1.5k

રોકીના આત્માના મોક્ષ માટેની વિધિ ચાલી રહી હતી. નયનતારાના કહેવા પ્રમાણે રોકીની આત્મા પડછાયાના સ્વરૂપમાં હોવાથી પહેલા શરીર બનાવવું પડશે પછી જ તેની આત્માને મુક્તિ મળશે. પહેલાં તો કવિતાબેને આ ક્રિયા કરવાનો વિરોધ કર્યો પણ કાવ્યાના કહેવાથી શરીર બનાવવાની ક્રિયા ચાલુ થઈ. નયનતારાએ સિંહ, ઘુવડ, ઘોડો, બાજ તથા હાથી જેવા પ્રાણીઓના હ્રદય ઊકળતા પાણી જેવા દ્રવ્યમાં નાખીને કાવ્યાની હથેળી પર ચાકુ વડે લોહી કાઢી ઉકળતાં દ્રવ્યમાં નાખ્યું અને કંઈક મંત્રોચ્ચાર ચાલુ કર્યા.થોડી વાર બાદ જેવા મંત્રોચ્ચાર બંધ થયા કે તરત જ આકાશમાંથી કાળો ધુમાડો નીચે આવી ઉકળતાં દ્રવ્યના પાત્રમાં સમાઈ ગયો અને દ્રવ્ય સાથે ભળી ગયો અને જોરદાર ધડાકો થયો.