કાનો રમે છે મારી કેડમાં

(21)
  • 6.3k
  • 1.4k

"નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં" આ ગીત તમે ઘણીવાર સાંભળ્યું હશે. નવરાત્રીમાં પણ આ ગીત ઘણું પ્રખ્યાત છે પણ ક્યારેય એ વિચાર્યું કે આ ગીતનો મતલબ શું થાય છે. કાનો કોની કેડમાં રમે છે. અને આગળ આ ગીતમાં આવે છે કે "કે તો ગોરી રે, તને હાલારનાં હાથીડા મંગાવી દવ" ત્યારે સ્ત્રીપાત્ર વળતો જવાબ આપે છે કે "હાથીડાનો વહોરનાર રે, કાનો રમે છે મારી કેડમાં". ત્યારે કોઈકે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે... આ શું વાત થઈ, નટવર નાનો કેડમાં બેઠો છે અને કેડમાં બેઠો બેઠો પાછો એમ ક્યે છે કે "કે તો ગોરી હાલારનાં હાથીડા મંગાવી દવ,