પત્તાનો મહેલ (15) September 7, 2009 ભૂપત ઝવેરી અને પાટીલની મૈત્રીને છાપાવાળાઓ માંડ્યા હતા. પાટીલ વિરોધ પક્ષનો સબળ નેતા હતો. આ વખતના ઇલેક્શનમાં તે સ્પષ્ટપણે બહુમતી મેળવી શકે તેવો ભય ફેલાતા લોકલ રાજકીય લોબી પાટીલને ઇલેક્શન પહેલા નીચો પછાડવા મથી રહ્યા હતા. રિચાર્ડસનને પછી ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટ વિના વિઘ્ને મળતા રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે પાટીલ તેની પાર્ટી કાર્યમાં ધ્યાન આપી શક્યો નહોતો તેથી ઑર્ડર ડિવાઈડ થઈ ગયો તેથી રિચાર્ડસન ટેન્ડર ફરીથી મંગાવવા માગતો હતો. તેણે પાટીલની પાર્ટીમાંથી પગ ખસકાવવા માંડ્યો હતો. સામે પક્ષે ભરાવા માટે જોઇતી સામગ્રી વિરોધી પાર્ટીને સાહજિકતાથી આપી દીધી અને પાટીલને હોસ્પિટલમાં કૌભાંડો ચલાવવાનો સ્કૂપ જોરશોરથી