સંબંધની પરંપરા - 2

  • 4.8k
  • 2.4k

મીરાં અને મોહનની એ મુલાકાત એકમેકને માટે કંઈક સંકેત આપતી હોય એવી હતી.પરસ્પરના નિખાલસ વ્યક્તિત્વ અને ધ્યાનાકર્ષક ચેહરાઓ કંઈક અલગ જ અસર ઉપજાવતા હતા.જાણે કે કોઈ ચૂંબકીય શક્તિ એકમેકને આકર્ષી રહી હતી અને છતાંય અસમાન ધ્રુવોની જેમ એકબીજાથી દૂર થવા માટે પ્રયત્ન કરી અલગ-અલગ રસ્તે પાછા ફરતા હોય તેવો અહેસાસ થતો હતો અને તેમ છતાંય જાણે એકબીજાથી વિખુટા પડવાનું અસહ્ય થઈ રહ્યું હતું. માત્ર નજરના દ્રષ્ટિપાતોથી વાત કરવા મથતા તે તેમ જ થંભી જાય છે.ઘટેલા અકસ્માતને મદદના તાંતણે ઠીક કરી લે છે અને માત્ર આભાર અને હાસ્ય સાથે આ મુલાકાતને પૂર્ણ જાહેર કરી ચાલ્યા જાય છે.ફરી પોતાના રોજિંદા જીવનમાં ખોવાઈ