પ્રથમ મિલન - 5 - અંત કે આરંભ

(22)
  • 4.1k
  • 2
  • 1.3k

આ નવરાત્રિ મારા માટે ખૂબ યાદગાર બની., પણ એ પછી પાછુ દેવ સાથે મળવાનું ઓછું થઈ ગયેલું.. દેવ ઘણો મહત્વકાંક્ષી છોકરો હતો.. અલબત્ત, ક્યારેક ક્યારેક માસીના ઘરે જતા એના ઘર પાસે મળવાનું થઈ જતું.. પણ બહાર ક્યાંય નહીં..! જોતજોતામાં ફર્સ્ટ યર પુરુ થઈ ગયું.. હજુ સુધી કૉલેજમાં મારા ઓછા દોસ્ત બનેલા.. ક્યારેક ક્યારેક દેવ મને કૉલેજથી ઘરે ડ્રોપ કરી જતો.. વધારે મળવાનું અમારે ચારેયને સાથે જ થતું.., હું, ધારા, દેવ અને વિશાલ.. ફ્રેંન્ડસ ફોરેવર જેવી ટુકડી બની ગઈ હતી અમારી..! એકવાર મને દેવનો ફોન આવેલો, કોઈ ઈઝી અને જલ્દીથી તૈયાર થઈ જાય એવી રેસીપી એને જાણવી હતી..! એક્ચ્યુલી, એના ઘરે કોઈ હતુ નહીં અને