કહીં આગ ન લગ જાએ - 14

(45)
  • 4k
  • 2
  • 1.7k

પ્રકરણ- ચૌદમું/૧૪મીરાંની આંખમાં જોઈને મધુકર બોલ્યા,‘શું તું.. મિસિસ વિરાણી બનવાનું પસંદ કરીશ?' મીરાં તેના હાથમાંનો ગ્લાસ ટેબલ પર મુકીને કોઈપણ પ્રતિભાવ આપ્યા વગર ચુપચાપ તેના રૂમમાં જતી રહી. બે વર્ષ જેવા ખાસ્સા લાંબા સમયગાળા પછી મધુકરે તેની ઈમેજ અને સ્ટેટ્સની સાથે સાથે મીરાંની રુચિ અને પ્રકૃતિને પારખ્યા બાદ, મનોમંથનનો એક મહાયજ્ઞ સંપન્ન કર્યા પછી, તેના આત્માની સંમતિના સંકેતના સાંપડ્યા પછી જ, આ પ્રસ્તાવની પ્રસ્તુતિ માટે સૌ પ્રથમ સ્વના આત્મવિશ્વાસના અંદેશાની ખાતરી થયા પછી, સમય, સ્થળ અને શબ્દોનું સભાનપણે ધ્યાન રાખીને બંનેની જિંદગીની એક અતિ મહત્વની અને જવાબદારી ભરી દિશા તરફ મધુકરે કદમ મુકવાનું આહવાન આદર્યું હતું. મીરાંની બોડી લેન્ગવેજ કે તેની નજર યા તેના