જીવનના નવરંગ સમાન નવરાત્રીની નવ દેવીઓની મહત્વતા

  • 4.1k
  • 1
  • 1.4k

નવરાત્રી. નવ દિવસની નવલી રાત્રી. હિન્દુ ધર્મમાં નવરાત્રી એક મહત્વપૂર્ણ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. નવરાત્રીના દીવસે દેવી દુર્ગા અને તેના વિવિધ સ્વરૂપની ઉપાસના કરાય છે. આ નવ દેવી શક્તિઓ અસંખ્ય વિકરાળ તેમજ નિર્દોષ અભિવ્યક્તિઓ નું અસ્તિત્વ છે અને તે આપણને દસ દિવસમાં (વિજયાદસમી સહિત) જીવનની દસ અનિષ્ટિઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.૧. કામ (વાસના) - કામ એ પાપી તરીકે ગણવામાં આવતી સંવેદનાત્મક ભૂખ છે.૨. ક્રોધ (ગુસ્સો) - ક્રોધ એ નારાજગી, ચીડ અને દુશ્મનાવટની લાગણી છે.૩. લોભ - લોભ એ સંપત્તિ, શક્તિ અને ખોરાકની સ્વાર્થી ઈચ્છા છે.૪. મોહ (જોડાણ, માયા) - મોહ એ સ્નેહ, પ્રેમ અથવા કોઈ વસ્તુ પ્રત્યે નું