મીરા અને મિહિર રાતે અગાસી ઉપર હતાં. ઊંઘ આવતી ન હોવાથી બેઠાં બેઠાં વાતું કરી રહ્યાં હતાં."તું મને ફ્રેન્ડ કે છો તો પેલાને કેમ ધોકાવાનું કે'તો તો" મીરાએ પૂછ્યું. "લે તું મારી ફ્રેન્ડ છો. એમાં વચ્ચે કોઈ ત્રીજું આવે એતો નો જ ચાલે. " તે મીરાની આંખોમાં આંખ પરોવીને બોલ્યો. મીરા તેની આંખોને સ્પષ્ટ રૂપે વાંચી શકતી હતી. છતાં તેણે સામે કંઈ કહ્યું નહીં. કેમકે કાંઈક તો હતું કે જે મીરા માટે મિહિરની ફ્રેન્ડશીપ કરતાં પણ વધું હતું. તેને મિહિર સાથે રહેવું ગમતું હતું. મુશ્કેલીનાં સમયમાં જ્યારે પોતાનાં મા-બાપે તેની ઉપર વિશ્વાસ નહોતો કર્યો ત્યારે એક મિહિર જ હતો કે જેણે સાથ