હસતા નહીં હો! - ભાગ ૬

  • 5.6k
  • 1.8k

શીર્ષક:આંતરડાં રમે છે અંતાક્ષરી! જેની મને લગભગ આદત પડી ગઈ છે એવા એક ઉત્તમ ઔષધિ ચૂર્ણની એક ચમચી હજુ હમણાં જ ગટગટાવી ગયો.કારણકે મારા આંતરડા અંતાક્ષરી રમવાને ટેવાયેલા છે.લોકો અને મારા અંગત સંપર્કમાં જે કોઈ આવ્યા હશે એ બધાનું એવું માનવું છે કે એકંદરે મારામાં બુદ્ધિ ઓછી છે અને હું મુર્ખતાની ચરમસીમા છું.ઘણી વખત મને વિચાર આવે છે કે જેને બુદ્ધિ ઈશ્વરે નાખેલી છે કે નહિ એના પર પરિસંવાદ થઈ શકે એમ છે એના આંતરડા અંતાક્ષરી રમી શકાય એટલા ગીત યાદ કેમ રાખતા હશે?આ સંશોધનનો વિષય છે. હું જ્યારે જ્યારે રાતે ચરમ સુખની અનુભૂતિ કરાવનાર નિદ્રામાં આરૂઢ થાઉં કે