"કાં કવિરાજ! કરી લીધા બપોરા" દરવાજો બોલ્યો શરદે હા કીધી અને પૂછ્યું "આ તમે ઓલા ઝાડનો આગ્રહ કેમ રાખ્યો? એવું શું છે ત્યાં? કોઈ વાત હોય તો કહો મને ય કઈક વાત મળે." દરવાજો બોલ્યો "હા કવિ આ તો ખૂબ પવિત્ર ઝાડ છે. એટલે નહી કે લોકો પૂજા કરતા એક સમયે કબીરદાસજી ગુજરાતના પ્રવાસે નીકળેલા ત્યારે આ ગામમાં રોકાણા હતા એક રાત માટે ત્યારે એમને આખુ ગામ જોવા આ વડલા નીચે આસરો લીધો હતો. તમને ખબર છે ખુદ રાજાસાહેબ પોતે નીચે જમીન પર બેસી એમની રચના માણતા. ત્યાર બાદ હું જાણું છું ત્યાં સુધી એ ભરૂચ ગયા અને કબીરવડ ત્યાં