અમે બેંક વાળા - 17. એક કરોડનો ધક્કો

  • 3.4k
  • 1
  • 1.4k

એક કરોડનો ધક્કો2011નો જૂન મહિનો હશે. હું બેંકનાં માઈકર સેન્ટરનો ઇન્ચાર્જ હતો. અમે તે વખતે 2010 ફેબ્રુઆરીમાં શીવરંજની પાસેથી નવજીવન કોમ્પ્લેક્સ ઓફિસ ટ્રાન્સફર કરેલી. ઓફિસ એટલે જાયન્ટ યંત્રો જેને રીડર પ્રોસેસર કહેવાતાં, આશરે 50 ઉપરાંત કોમ્પ્યુટર્સ, ડેટ ડ્રાઈવથી બેકઅપ લેતું જૂનું સર્વર ને એવું બધું ઉપરાંત ગણી ગણાય નહીં એટલી ખુરશીઓ, ટેબલ, બેકઅપની ટેપ અને ફ્લોપીઓ સાચવવા મોટી ડબલ ડોર તિજોરી વગેરે.અમે અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વિરમગામ અને એમ આસપાસના શહેરોના ચેક એક જગ્યાએ રાત્રે એકઠા કરી પ્રોસેસ કરતા.એ સીસ્ટીમ અટકે તો શું? લાખ કરોડ રૂપિયાનો વ્યવહાર અટકી પડે. અમારી અંડર આવતી 1300 જેવી બેંક બ્રાન્ચનું ક્લિયરિંગ ઠપ્પ થઈ જાય. એટલે