સુંદરી - પ્રકરણ ૩૨

(83)
  • 5.2k
  • 5
  • 3.2k

બત્રીસ “હં? હા મારો મોબાઈલ હું ભૂલી ગયો હતો. ઘરે પહોંચ્યો અને મારા રૂમમાં હજી એન્ટર જ થયો કે મને ખ્યાલ આવ્યો. સોરી પણ મારે તમને કહ્યા વગર આવવું પડ્યું.” વરુણ સુંદરીના હાથમાં રહેલી લાકડી જોઇને થયેલા આઘાતમાં જે મનમાં આવ્યું એ બોલી ગયો. સુંદરીના હાથમાંથી લાકડી આપોઆપ નીચે પડી ગઈ અને એ એનાથી બે ફૂટ દૂર આઘાતની હાલતમાં ઉભેલા વરુણને વળગી પડી!!! સુંદરીનું અત્યારસુધી રોકી રાખેલો રુદનનો બાંધ જે તેણે અરુણાબેન સામે તોડવાનું નક્કી કર્યું હતું તે અચાનક જ તેનું સુરક્ષા કવચ બનીને આવેલા વરુણ સામે સાવ તૂટી જ પડ્યો. સવારથી અત્યારથી લગભગ ચાર-પાંચ કલાકથી પેલા અજાણ્યા વ્યક્તિના સતત