આગળના ભાગમાં આપણે જોયું કે ઈન્સ્પેક્ટર સાહેબે, બે કોન્સ્ટેબલને, શ્યામને લઈને બહાર આવવા જણાવ્યું છે. કોન્સ્ટેબલ શ્યામને લઈને બહાર નીકળી જતા, વેદ પોતાના પલંગ પરથી ઉભો થઈ જાય છે. જેને RS સર, રોકી તુ આરામ કર, હું હમણાં આવીને બધી વાત જણાવું છું. આટલુ કહી RS રૂમની બહાર નીકળે છે.શ્યામને લઈને કોન્સ્ટેબલ, હોસ્પિટલની બહાર પાર્ક કરેલ પોલીસની ગાડી સુધી પહોંચતા પહેલા તો, RS દોડીને તેમની પાસે પહોંચી જાય છે. અહિયાં શ્યામ પોલીસને કહી રહ્યો છે કે, સાહેબ, પહેલા મારી એક વાત સાંભળો, હું તમને કંઈ કહેવા માગું છું. પરંતુ હમણાં વેદની પાસે જ્યારે શ્યામ બોલતાં-બોલતાં શાંત થઈ બેસી ગયો હતો, ત્યારે તે કંઈ બોલ્યો ન હતો.તેથી પોલીસ કહે છે