જીવનસાથી....સવારના સાત વાગ્યા છે..સુહાની હીંચકે બેસી છાપાંની રાહ જોઈ બેઠી છે.. લગ્ન થયાને આઠ વર્ષ થયા છે. ભગવાને શેર માટીની ખોટ રાખી છે..પણ સાગર બહુ જ પ્રેમાળ પતિ છે. એ નવ વાગ્યે ઓફિસે જાય એ પછી સુહાની આખો દિવસ એકલી એટલે એને અમુક સમયે બહુ ઉદાસી ઘેરે છે... સુહાની એક ડોકટરની પત્ની હતી. એટલે શાન અને માન સમાજમાં ઘણું..સુહાનીને બધું હોવા છતા એકલતા અનુભવાતી. સાગર એના માટે બધું કરી છુટતો પણ સમય ન આપી શકતો. રૂપિયાનું રાજ પણ ઘરમાં સારૂં એટલે ઘરમાં બેસીને કરવું શું ? એ એક જ સવાલ સુહાનીને મુંઝવતો..