મારો હાથ ઝાલીને લઈ જજે

  • 4.6k
  • 1.3k

શીર્ષક :- મારો હાથ ઝાલીને લઈ જજે અભિમન્યુ આજે લગભગ પચ્ચીસેક વર્ષો પછી પ્રેમનગર પરત ફર્યો હતો.આટલા બધા વર્ષોમાં પ્રેમનગરમાં ઘણો બધો સુધારો થઈ ગયો હતો અને ઘણા ફેરફારો થઈ ગયા હતા. સૂમસામ પડી રહેતી ગલીઓ આજે માણસોની અવરજવરથી ભરચક અને ગીચોગીચ થઈ ગઈ હતી. વર્ષોથી ધૂળ ખાતા રસ્તાઓ ઉપર આજે ડામર પથરાઈ ગયો હતો. જ્યાં દિવસે પણ જતાં આવતાં માણસો ડરતાં એવા પ્રેમનગરના ભૂત બંગલામાં આજે એક આલીશાન મોલ ઉભો થઈ ગયો હતો. જ્યાં વર્ષો પહેલા કરસન કાકાની કિટલીએ બેસી અને ચા પીતા અને છાપું વાંચતા ત્યાં આજે એ જૂનીપુરાણી દુકાન હટાવી અને શાનદાર કોફી શોપ ખુલી ગઈ