બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 18

  • 3.5k
  • 2
  • 1.1k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (18) આફ્ટર ફોર યર્સ હું મારા ગામમાં પહોંચ્યો હતો. ખરેખર ખુદની યાદો જે મટ્ટી સાથે જોડાયેલી હોય એ સ્થળે વારંવાર જવાનું ફાવે. અને મારું તોહ, બાળપણ અહીં જ વીત્યું છે. અહીં જ મેળાઓ જોયા છે. અહીંયા જ ગાયો સાથે અમે પણ સાંજ સુંધીમાં આખી સીમ ફર્યા છીએ. અહીંનું જ પાણી પીધું છે. અને અહીંનું જ પીતા ફાવે છે. મારા ગામ જેવી મીઠાશ ના તોહ, એ પહાડોમાં છે કે ના તોહ મારા શહેરમાં. અહીં જ દાદાની પંચાયતો જોઈ છે. અહીં જ દાદાનો સાચો ન્યાય જોયો છે. અહીં જ જોઈ છે એ માનવીમાં મીઠાશ. અહીં જ કર્યું છે