માંહ્યલો - 1

  • 3.1k
  • 1.3k

પશ્ચિમની હવામાં રંગાય ગયેલ આજની યુવા પેઢીમાં એનાં ભારતીય અને હિંદુ સંસ્કૃતિનાં ડી.એન.એ. તો હોય જ છે. અને જ્યારે યુવા પેઢીનો અંતરાત્મા જાગી જાય છે ત્યારે સમાજમાં એક સુખદ પરિવર્તન આવે છે. તો, વાંચો લઘુનવલકથા માંહ્યલો. માંહ્યલો એપિસોડ- ૧ બે ઘર વચ્ચે ઈંટની આઠ ઈંચની દિવાલ નામ માત્ર હતી. બાકી, તો એ બંને ઘરનાં પરિવારનાં હ્રદય એક થઈ ચૂક્યાને પણ આજે ત્રીસ-ત્રીસ વર્ષનાં વ્હાણાં વીતી ગયા. મૂળ ગુજરાતી એવાં રાજકોટનાં વ્યાસ ડૉ. દંપતિ અને વલસાડનાં ડૉ. દેસાઈ દંપતિ ત્રીસ વર્ષ પહેલાં સીમલા મુકામે મેડીકલ રેસિડન્સ તરીકે નિમણૂંક પામી વસ્યા હતા. વ્યાસ દંપતિ અને દેસાઈ દંપતિ બંને એક જ પ્રોફેશન અને