પ્રકરણ 9 આગળ આપણે જયપુર વિશે જાણ્યું હવે આગળ... લગભગ આઠ વાગ્યે મથુરામાં એક ધર્મશાળામાં ઉતારો નક્કી કર્યો. રસોઈની તૈયારી થવા લાગી. ચાપાડી શાક બનાવવાનો પ્રોગ્રામ હતો. અમે બધા આજુબાજુ ચક્કર મારવા જતા હતા ત્યાં જ જીંગાભાઈ ચાપડી માટે જાડો લોટ જેને અમારી કાઠીયાવાડી ભાષામાં ભૈડકુ કહેવાય છે તેનું બાચકું( નાનો કોથળો) લેવા માટે બસ ઉપર ચડ્યો. અને મંછાબહેન તે ભૈડકાનું બાચકું નીચે ઉતારવા માટે બસની પાછળનાં દાદરમાં અડધે સુધી ચડી ને ઉભા રહ્યા.જીંગો ઉપરથી બાચકું લઈને નીચે ઉતરતો હતો.બસના દાદારના બે પગથીયાં નીચે ઉતર્યો ત્યાં તેના હાથમાંથી બાચકું લસર્યું. સીધું પડ્યું મંછાબહેનના માથે! મંછાબહેન અને બાચકું બન્ને નીચે પડ્યા.બાચકાનું અડધું