કશ્મકશ

  • 3.4k
  • 926

ઓય... આમ જો.. " મનુએ ચાની ચુસ્કી લેતા અવીનું ધ્યાન કોલેજના ગેટમાં પ્રવેશતી એક સુદર પરી જેવી લાગતી છોકરી તરફ દોર્યું... મનુ એટલે પ્યોર ભરવાડ... બાપાને 5 - 5 ચાની હોટલ... ગામડે 40 ગાય અને 10 12 એકર જેટલી જમીન... વળી મનુ અહીં પોતે વ્યાજે પૈસા ફેરવીને કમાણી કરે... દેખાવે 5 ફૂટ્યો.. પણ જમીનમાં 10 ફૂટ ઉતરેલો.. રૂમ રાખીને રાજકોટમાં રહે... આમ તો તેનુ ગામડું પ્રોપર રાજકોટથી દૂર નથી.. માત્ર 60 કિમીના અંતરે જ છે... પણ ભાઈને મોજશોખ કરવા હતા એટલે અહીં એકલો રહે... "તને છોકરીઓ સિવાય બીજુ કઇ દેખાય છે?? " અવીએ હોઠ ફફડાવતા જ તે દિશામાં નજર કરી.