બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 17

  • 3.3k
  • 1
  • 1k

નીકની વાતો સાંભળી વિજય વિચારમાં પડી ગયો હતો. તેને વિશ્વાસ ન હતો આવતો કે તે જે સાંભળી રહ્યો હતો એ નીક બોલી રહ્યો હતો. અત્યાર સુધી વિજય માનતો હતો કે નીક જેની સાથે રિલેશનશીપમાં હોય છે તેને સાચો પ્રેમ કરે છે પણ નીકની વાતો સાંભળી વિજયને ખબર પડી કે તેની માન્યતા ખોટી હતી. તે બોલી ઉઠ્યો, “તો અત્યાર સુધી તુ જેટલી છોકરીઓ સાથે હતો એ બધી સાથે બસ ટાઈમપાસ કરતો હતો?” “હા. મને કહેતા જરા પણ શરમ નહિ આવે કે હું ટાઈમપાસ કરતો હતો અને હજી એક નવાઈ લાગે એવી વાત કહું? અત્યાર સુધી મારી લાઈફમાં જેટલી છોકરીઓ આવી