દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-1: નવા શહેરમાં આગમન

  • 4.1k
  • 1.6k

ભાગ-1: નવા શહેરમાં આગમન "એકવાર ચેક કરી લેજે કે બધો સામાન આવી ગયો છે કે નહીં." કાવ્યાએ પેકિંગ કરેલું સામાનનું છેલ્લુ બોક્સ નીચે ઉતારતા કહ્યું. "પછી કોઈ વસ્તુ રહી જશે તો હું ફરી ધક્કા નહીં ખાઉં કહી દઉં છું તને અત્યારથીજ. મારે પછી ખોટી માથાકૂટ ના જોઈએ." "અરે હા, મારી માં! બધો જ સામાન આવી ગયો છે. તારે પેનીક થવાની જરાય જરૂર નથી અને કાંઈ રહી જશે તો હું જાતે લઈને આવીશ બસ. તારે એકપણ ધક્કો ખાવો નહીં પડે." દેવે અકળાઈને હાથ જોડીને કહ્યું. "જા હવે જલ્દી જઈને ટ્રકવાળા ભાઈને પૈસા આપીને આવ." કાવ્યાએ દેવને ફ્લેટની બહાર હડસેલતા કહ્યું. "હા