સાહસની સફરે - 1

(28)
  • 10.4k
  • 8
  • 6.1k

સાહસની સફરે યશવન્ત મહેતા (કિશોર સાહસકથા, ૧૯૬૮) બહેનીની ખાતર જીવલેણ જંગ ખેલતા વીરાની વાર્તા આ એક અદ્દભુતરસની સાહસકથા છે. જહાજવટ, ચાંચિયા, બહારવટિયા, વણઝારા, ઠાકોરો, ગુપ્ત ભોંયરાં અને ઇલમી નજૂમીઓના જમાનાની આ કથા છે. એનાં મૂળિયાં અરેબિયન નાઇટ્સની અદ્દભુત કથાઓમાં પડેલાં છે અને એની રજૂઆત પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે તેવી હળવી શૈલીએ કરવામાં આવી છે. અને એના દૃષ્ટિવંત લેખકે સાચી લોકશાહી તથા માનવીમાત્રની સમતાના ઉચ્ચ આદર્શો સુધ્ધાં એમાં વણી લીધાં છે. વાર્તા એક ગુજરાતી શાહસોદાગરની પુત્રીના ચાંચિયાઓ દ્વારા અપહરણની અને એને છોડાવવા નીકળનાર એના ભાઈની છે. બહેનીને છોડાવવા માટે વહાલેરો વીરલો કેવાં કેવાં જીવસટોસટનાં સાહસો ખેડે છે, એની આ વાર્તા દરેક