યોગ-વિયોગ - 56

(356)
  • 21.4k
  • 13
  • 13.6k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૬ સૂર્યકાંતને લઈને લક્ષ્મી બંગલાના પગથિયા ધીરે ધીરે ચડી રહી હતી. આમ તો સૂર્યકાંતની તબિયત ઘણી સારી હતી, પરંતુ હજી એમણે આરામ કરવાનો હતો. પોતાના જ ઘરમાં દાખલ થતાં સૂર્યકાંતને લાગ્યું કે જાણે એ કોઈ નવી જગ્યાએ આવી ગયા છે. એમની છાતીમાં હજીયે આછો દુખાવો થયા કરતો હતો. ઘરમાં દાખલ થતાં જ એમણે લક્ષ્મી સામે જોયું, ‘‘બેટા, વસુને ફોન લગાડ.’’ ‘‘હા, હા, લગાડું છું.’’ લક્ષ્મીના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘મને ખબર છે કે ઘરમાં દાખલ થયા પછી સૌથી પહેલો અવાજ તમારે માનો સાંભળવો છે.’’ ‘‘મારે તો એનો ચહેરો જોવો હતો.’’સૂર્યકાંતથી નિઃશ્વાસ નખાઈ ગયો, ‘‘મૃત્યુના